'ભારત કો છેડોગે તો છોડેંગે નહીં': એક્ટ્રેસ કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'તેજસ'નું દમદાર ટીઝર રિલીઝ......

કંગના રનૌતની ફિલ્મ તેજસનું દમદાર ટીઝર રિલીઝ કર્યુ છે. આરએસવીપી દ્વારા નિર્મિત તેજસનું ટીઝર ખૂબ ધાંસૂ છે

New Update

આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના અવસરે મેકર્સે કંગના રનૌતની ફિલ્મ તેજસનું દમદાર ટીઝર રિલીઝ કર્યુ છે. આરએસવીપી દ્વારા નિર્મિત તેજસનું ટીઝર ખૂબ ધાંસૂ છે. પાયલટના રોલમાં કંગના ખૂબ દમદાર લાગી રહી છે. ટીઝરની શરૂઆતમાં કંગના રનૌત એરફોર્સના પાયલટના ડ્રેસમાં નજર આવે છે. જે બાદ બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ સંભળાય છે તે કહે છે. જરૂરી નથી દર વખતે વાતચીત થવી જોઈએ.

Advertisment

યુદ્ધના મેદાનમાં હવે યુદ્ધ થવુ જોઈએ, મારા વતન પર ખૂબ જ જુલમ થઈ ગયા હવે આકાશમાંથી વરસાદ નહીં આગ વરસવી જોઈએ. ભારતને છેડશો તો છોડીશું નહીં. ટીઝરમાં કંગનાનો એક્શન અવતાર રૂંવાડા ઊભા કરી દે તેવો છે. તેજસમાં કંગના અને વરુણ મિત્રા રોમાન્સ કરતા નજર આવશે. સર્વેશ મેવાડા દ્વારા લેખિત અને નિર્દેશિત, તેજસમાં કંગના રનૌત લીડ રોલમાં નજર આવશે. ફિલ્મના ટીઝરને જોયા બાદ ટ્રેલર માટે ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. તેજસનું ટ્રેલર 8 ઓક્ટોબર 2023એ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ થિયેટર્સમાં 27 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

Advertisment