Connect Gujarat
મનોરંજન 

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનની સિક્યોરિટીમાં કરાયો વધારો, કિંગ ખાનને અપાઇ Y+ કેટેગરીની સુરક્ષા...

બોલિવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની તેની ફિલ્મ જવાનના લીધે ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આ બધા વચ્ચે તેને તેને ધમકીઓ મળી હતી

બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનની સિક્યોરિટીમાં કરાયો વધારો, કિંગ ખાનને અપાઇ Y+ કેટેગરીની સુરક્ષા...
X

બોલિવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની તેની ફિલ્મ જવાનના લીધે ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આ બધા વચ્ચે તેને તેને ધમકીઓ મળી હતી કે મુંબઇ પોલીસે તેને સુરક્ષા પણ પૂરી પાડી હતી. ત્યારે વધુ એક વાર તેને ધમકી મળી છે પરંતુ મુંબઈ પોલીસે તેની પુષ્ટિ કરી નથી. પોલીસે આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો મહારાષ્ટ્ર રાજ્ય ગુપ્તચર વિભાગે તાજેતરમાં આ વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે વાય પ્લસ સિક્યોરિટી હેઠળ શાહરૂખને 11 પર્સનલ સિક્યોરિટી સ્ટાફ મળશે, જેમાં 6 કમાન્ડો, 4 પોલીસકર્મી અને 1 ટ્રાફિક ક્લિયરિંગ વાહન હશે. શાહરૂખ ખાનને તેના બોડીગાર્ડ તરીકે 6 પોલીસ કમાન્ડો હંમેશા મળશે. જે મહારાષ્ટ્ર પોલીસની સુરક્ષા હેઠળ જ તૈનાત કરવામાં આવશે. તેમને સમગ્ર ભારતમાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે અને તેમના ઘરે ચાર પોલીસકર્મીઓ પણ સતત તૈનાત રહેશે. અગાઉ શાહરૂખ ખાનને બે પોલીસ કોન્સ્ટેબલની સુરક્ષા આપવામાં આવી હતી.

Next Story