Connect Gujarat
મનોરંજન 

કોંટ્રોવર્સી: કંગનાએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર કટાક્ષ કર્યો, જાણો શું કરી પોસ્ટ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કેનેડિયન ટ્રક ડાઇવર્સ દ્વારા રસીના આદેશ, માસ્ક અને લોકડાઉનનો વિરોધ કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

કોંટ્રોવર્સી: કંગનાએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર કટાક્ષ કર્યો, જાણો શું કરી પોસ્ટ
X

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કેનેડિયન ટ્રક ડાઇવર્સ દ્વારા રસીના આદેશ, માસ્ક અને લોકડાઉનનો વિરોધ કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો તેમના પરિવાર સાથે ગુપ્ત સ્થળે છે. આ બાબતે અભિનેત્રી કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખી છે.

કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેનેડાના વડા પ્રધાન જસ્ટિમ ટ્રુડો પર કટાક્ષ કર્યો અને લખ્યું કે કર્મનું ફળ ચૂકવવું પડશે. હકીકતમાં, ટ્રુડોએ 2020માં ભારત સરકારનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું હતું, જેના પર અભિનેત્રીનું આ નિવેદન સામે આવ્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું કે, "કેનેડિયન પીએમ ટ્રુડો ભારતીય વિરોધીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને હવે તેઓ તેમના દેશમાં એક ગુપ્ત જગ્યાએ છુપાયેલા છે કારણ કે વિરોધીઓ તેમની સુરક્ષા માટે ખતરો છે. કર્મનું ફળ ચુકવવું પડે છે." હકીકતમાં, ટ્રુડો સરકારે અમેરિકાના કસ્ટમ ટેક્સ કરવા માટે ટ્રક ડ્રાઇવરોને રસી આપવી જરૂરી બનાવી દીધી હતી. આ અંગે વાહનચાલકોએ વિરોધ શરૂ કર્યો છે. વિરોધીઓએ આ નિયમોને ફાસીવાદ સાથે સરખાવ્યા હતા.

Next Story