Connect Gujarat
મનોરંજન 

ફિલ્મ "RRR" વિવાદ : તેલંગાણા હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ વિદ્યાર્થીએ કરી PIL દાખલ, જાણો શું છે કારણ..!

ફિલ્મ RRR આજે એટલે કે, 7 જાન્યુઆરીના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી.

ફિલ્મ RRR વિવાદ : તેલંગાણા હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ વિદ્યાર્થીએ કરી PIL દાખલ, જાણો શું છે કારણ..!
X

ફિલ્મ RRR આજે એટલે કે, 7 જાન્યુઆરીના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા આલિયા ભટ્ટ, અજય દેવગણ, રામચરણ, જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ RRR કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી છે.

એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ RRR વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મની રિલીઝ ડેટ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક વિધાર્થી દ્વારા તેલંગાણા હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે કે, ફિલ્મ RRRમાં 2 સ્વતંત્રતા સેનાનીઓનો ઈતિહાસ ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પર પણ પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.

વિદ્યાર્થીનું કહેવું છે કે, ફિલ્મમાં અનેક ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. તેથી સેન્સર બોર્ડે તેના પર ધ્યાન આપવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. દેશભરમાં વધી રહેલા કોવિડ કેસના કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. જોકે, આ ફિલ્મ તા. 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના કેસ વધવાના કારણે ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થતાં પહેલા જ અટકાવી દેવામાં આવી છે. હિન્દી ચાહકો પણ RRR ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. તો અજય દેવગણની એક ઝલક ફિલ્મ RRRમાં પણ જોવા મળવાની છે, ત્યારે હવે ફિલ્મ RRR આગામી કેટલા સમય બાદ સિનેમાઘરોના રૂપેરી પરદે દર્શકો નિહાળી શકશે તે હવે જોવું રહ્યું...

Next Story