Connect Gujarat
મનોરંજન 

કાશ્મીર ફાઇલ્સ રેકોર્ડ બ્રેક કમાઈ,જાણો પાંચ દિવસે કેટલી કરી કમાણી

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર નોન સ્ટોપ આગળ વધી રહી છે.

કાશ્મીર ફાઇલ્સ રેકોર્ડ બ્રેક કમાઈ,જાણો પાંચ દિવસે કેટલી કરી કમાણી
X

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર નોન સ્ટોપ આગળ વધી રહી છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટરમાં હાઉસફૂલ જઈ રહી છે. પાંચ દિવસમાં જ આ ફિલ્મે 60 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પાંચમા દિવસે કમાણીમાં 'ગંગુબાઈ..', 'તાન્હાજી', 'ઉરી' સહિતની ફિલ્મને ધોબી પછડાટ આપી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ ફિલ્મના કલેક્શન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર સુનામી ની જેમ છે. ફુટફોલ્સ, ઓક્યુ પન્સી, નંબર્સ તમામમાં વધારો થઈ રહ્યો છે. પાંચમા દિવસે અન્ય દિવસો કરતાં વધુ કમાણી થઈ છે. બ્લોકબસ્ટર..શુક્રવારે 3.55, શનિવારે 8.50 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 15.05 કરોડ, મંગળવારે 18 કરોડ, ટોટલ 60.20 કરોડ.12 કરોડ માં બનેલી આ ફિલ્મે પાંચ દિવસમાં 60 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મ માત્ર વીકેન્ડમાં જ નહીં, પરંતુ વીક ડેમાં પણ ચાલી રહી છે.આ ફિલ્મ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી છે. આ ફિલ્મ પહેલાં 600 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી અને પછી સ્ક્રીન વધારીને 2000 કરવામાં આવી હતી. વિદેશમાં 113 સ્ક્રીનમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

Next Story