Connect Gujarat
મનોરંજન 

મૌની રોય અને સૂરજ નામ્બિયાર ના લગ્નની રશમો થઈ શરૂ, જુઓ પહેલા ફંક્શનની ઝલક

મૌની રોય અને સૂરજ નામ્બિયાર ના લગ્નની રશમો થઈ શરૂ, જુઓ પહેલા ફંક્શનની ઝલક
X

ટીવી જગતમાં નાગિન તરીકે જાણીતી અભિનેત્રી મૌની રોય 27 જાન્યુઆરીએ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરશે. મૌની રોયના પ્રી-વેડિંગ ફંક્શન થઈ ચૂક્યા છે અને તેના હલ્દી મહેંદી ફંક્શનની તસવીરો અને વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે.

આ તસવીરોમાં ટીવી જગતના ઘણા સેલેબ્સ વેડિંગ ફંક્શનમાં હાજરી આપતા જોવા મળી રહ્યા છે. હવે મૌની રોયના મહેંદી ફંક્શનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૌની રોય તેના ભાવિ વર સૂરજ નામ્બિયાર સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 'મહેંદી હૈ રચને વાલી' ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે, જ્યારે તેના હાથમાં મહેંદી પહેરીને સૂરજ પણ તેની સાથે ઝૂલતો જોવા મળ્યો હતો. જો કે સૂરજ ડાન્સ કરતી વખતે થોડો અટકી જાય છે, પરંતુ તે પછી પણ મૌની રોય જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તમામ સેલેબ્સ પણ આ ફંક્શનને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા અને તમામ સેલેબ્સે જોરદાર ડાન્સ કર્યો હતો.

Next Story