Connect Gujarat
મનોરંજન 

“ મેરા ભોલા હૈ ભંડારી” ગીતના સિંગર હંસરાજ રધુવંશી બંધાણા લગ્નના તાંતણે, જાણો કોણ છે તેમની દુલ્હન.....

ભજન ગાયક અને શિવ ભકત હંસરાજ રધુવંશીને આજે સૌ કોઈ ઓળખે છે. તે ભગવાન શિવના મહાન ભકત છે. તેમણે બાબા તરીકે પણ ઓડખવામાં આવે છે.

“ મેરા ભોલા હૈ ભંડારી” ગીતના સિંગર હંસરાજ રધુવંશી બંધાણા લગ્નના તાંતણે, જાણો કોણ છે તેમની દુલ્હન.....
X

ભજન ગાયક અને શિવ ભકત હંસરાજ રધુવંશીને આજે સૌ કોઈ ઓળખે છે. તે ભગવાન શિવના મહાન ભકત છે. તેમણે બાબા તરીકે પણ ઓડખવામાં આવે છે. ફેમશ ગીત “મેરા ભોલા હૈ ભંડારી” ગાઈને સૌ કોઈના દિલમાં સ્થાન બનાવી લીધું હતું. ગાયકે હિમાચલ પ્રદેશમાં મંડીના સરકાઘાટ ખાતે કોમલ સરકાની સાથે સાત ફેરા લીધા હતા. તેમના લગ્નમાં માત્ર તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હજાર રહ્યા હતા. હંસરાજ રધુવંશી અને કોમલે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી, અને હવે તેઓ ભવભવના સાથી બની ગયા છે. તેમના લગ્નના ફોટા અને વિડીયો સોસિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હંસરાજે 2019માં રીલીઝ થયેલી સની દેઓલની ડાયરેક્ટ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ થી ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું. હંસરાજની પત્ની કોમલ યુ ટ્યૂબર અને કન્ટેન્ટ ક્રિએટર છે.

Next Story