Connect Gujarat
મનોરંજન 

પ્રેમ ચોપરા અને એકતા કપૂર સહિતના સેલેબ્સ કોરોના પોઝિટિવ

બોલિવૂડના લોકપ્રિય વિલન પ્રેમ ચોપરા તથા તેમના પત્ની ઉમા ચોપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પ્રેમ ચોપરા અને એકતા કપૂર સહિતના સેલેબ્સ કોરોના પોઝિટિવ
X

બોલિવૂડના લોકપ્રિય વિલન પ્રેમ ચોપરા તથા તેમના પત્ની ઉમા ચોપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બંનેને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય પ્રેમ ચોપરાને ત્રણ દીકરીઓ છે, પ્રેરણા ચોપરા, રકીતા ચોપરા, પુનીતા ચોપરા છે. પ્રેરણા ચોપરાએ બોલિવૂડ એક્ટર શરમન જોષી સાથે લગ્ન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્વ. રાજ કપૂરના સ્વર્ગીય પત્ની કૃષ્ણા રાજ કપૂર તથા ઉમા ચોપરા સગી બહેનો હતી. નોંધનીય છે કે આ પહેલાં પ્રોડ્યૂસર-ડિરેક્ટર એકતા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકતા કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. એકતા ઉપરાંત ટીવી એક્ટર નકુલ મહેતા બાદ તેની પત્ની જાનકી તથા 10 મહિનાનો દીકરો સૂફી પણ કોવિડ પોઝિટિવ છે. ટીવી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીને પણ કોરોના થયો છે.એકતા કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે અને મારા સંપર્કમાં આવનાર તમામને હું ટેસ્ટ કરવાની અપીલ કરું છું.' એકતા કપૂર હોમ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે એકતા કપૂરે હાલમાં જ મિત્રો સાથે પાર્ટી કરી હતી. નીલમ કોઠારી, શબીના તથા પૂજા સિપ્પી આ પાર્ટીમાં સામેલ હતા. પાર્ટીમાં એકતા કપૂરે શબીનાને ફેસ મસાજ કરી આપ્યો હતો.

Next Story