Connect Gujarat
મનોરંજન 

500 કરોડની મૂવી સિંઘમ અગેઈન લઈને આવ્યો રોહિત શેટ્ટી, શૂટિંગ પહેલા કરી ધાર્મિક પુજા વિધિ.....

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન અને રણવીર સિંહ અભિનીત નિર્દેશક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન આજે ફ્લોર પર આવી ગઈ છે

500 કરોડની મૂવી સિંઘમ અગેઈન લઈને આવ્યો રોહિત શેટ્ટી, શૂટિંગ પહેલા કરી ધાર્મિક પુજા વિધિ.....
X

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન અને રણવીર સિંહ અભિનીત નિર્દેશક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન આજે ફ્લોર પર આવી ગઈ છે. આ ફિલ્મ ફ્લોર પર પહોંચે તે પહેલા મુહૂર્ત પૂજાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સુપરસ્ટાર અજય દેવગન સાથે રણવીર સિંહ પણ સિમ્બા લુકમાં જોવા મળ્યો હતો. જે બાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. સુપરસ્ટાર અજય દેવગન અને રોહિત શેટ્ટીની સાથે સામે આવેલી તાજેતરની તસવીરોમાં રણવીર સિંહ પણ ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ફિલ્મનું શૂટિંગ આજથી જ શરૂ થઈ ગયું છે. અજય દેવગન સ્ટારર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ તેની સુપરહિટ ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. જ્યારે, દિગ્દર્શક રોહિત શેટ્ટીના કરિયરની આ ચોથી કોપ યુનિવર્સ ફિલ્મ હશે, જેની શરૂઆત ‘સિંઘમ’ સિરીઝથી થઈ હતી. આ ફિલ્મમાં ‘સિમ્બા’ લુકમાં રણવીર સિંહ પણ ‘બાજીરાવ સિંઘમ’ એટલે કે અજય દેવગન સાથે દુશ્મનો સામે લડતો જોવા મળશે.

Next Story