Connect Gujarat
મનોરંજન 

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો
X

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે તેની સામે 2021માં કેસ પણ નોંધ્યો હતો. રાજ કુન્દ્રા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એક એપ દ્વારા પ્રકાશિત કરવા બદલ કેસ નોંધ્યો હતો. આ કેસમાં રાજ કુન્દ્રાની 19 જુલાઈ 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 1500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરા સહિત 42 સાક્ષીઓના નિવેદનો સામેલ હતા. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનું અને વેબ સિરીઝમાં કામ અપાવવાનું વચન આપીને છેતરપિંડી કરવાનો આરોપ હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પોર્નોગ્રાફિક ફિલ્મો શૂટ કર્યા બાદ એક એપ પર મૂકવામાં આવી હતી. આ એપના સબ્સ્ક્રાઇબર્સને આ ફિલ્મો જોવા માટે પૈસા ચૂકવવા પડતા હતા. મુંબઈ પોલીસે પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાના કેસની તપાસ કરી ત્યારે તેનું યુકે કનેક્શન સામે આવ્યું હતું. રાજ કુન્દ્રાની ફર્મ વિઆને યુકેની ફર્મ કેનરીન સાથે કરાર કર્યો હતો. પોર્નોગ્રાફિક ફિલ્મ અપલોડ કરવા માટે કેનરીનની એક એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિયાન ફર્મ યુકેમાં રાજ કુન્દ્રાના નજીકના સાથીદારની માલિકીની હતી. આ કેસમાં રાજ કુન્દ્રાની કંપની વિયાનના આઈટી હેડ રાયન થોર્પેની પણ ધરપકડ કરવામાં આવી હત

Next Story