સોનું સુદની વિદેશમાં પણ બોલબાલા,દુબઈ સરકારે આપ્યા ગોલ્ડન વિઝા

કોરોના કાળમાં પરપ્રાંતિયોની મદદ કરીને સેવાની સરવાણી શરુ કરનાર સોનુ સુદે દેશમાં અનેક લોકોને મદદ કરી.

New Update

કોરોના કાળમાં પરપ્રાંતિયોની મદદ કરીને સેવાની સરવાણી શરુ કરનાર સોનુ સુદે દેશમાં અનેક લોકોને મદદ કરી. મુશ્કેલીના સમયમાં જેણે જેણે પણ તેની પાસે મદદ માગી તે તેની સાથે ઉભો રહ્યો. સોનુ સુદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યો હતો. સેવાકીય કાર્ય બદલ સોનુ સુદની ચોમેર પ્રશંસા થઇ રહી છે, ચાહકોનું દિલ જીતી લીધુ છે. ત્યારે આ કામગીરી બદલ સોનુ સુદને દુબઇની સરકારે મોટી ગિફ્ટ આપી છે. દુબઈ સરકારે સોનુ સૂદને દુબઈનો ગોલ્ડન વિઝા આપ્યા છે. સમાજની સેવા માટે અથાક મહેનત કરનાર દેશના હીરો સોનુ સૂદને થોડા દિવસો પહેલા આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું હતું.

Advertisment

મહત્વનું છે કે માત્ર અગ્રણી રોકાણકારો, ઉદ્યોગસાહસિકો અને કોઈપણ ક્ષેત્રના નિષ્ણાતો વિઝા માટે અરજી કરી શકે છે. સોનુએ સોશ્યિલ મીડિયા દ્વારા રોમાંચક સમાચાર શેર કર્યા છે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું, "હું ગોલ્ડન વિઝા માટે દુબઈ સરકારનો અવિશ્વસનીય રુપથી સન્માનિત અને આભારી છું. દુબઈ મારા મનપસંદ સ્થળોમાંનું એક છે. તે વિકાસ માટે ગતિશીલ સ્થળ છે. આ સુવિધા માટે હું અધિકારીઓનો આભારી છું. સોનુએ સોશ્યિલ મીડિયા દ્વારા રોમાંચક સમાચાર શેર કર્યા છે. તેના વિશે વાત કરતાં તેણે કહ્યું, "હું ગોલ્ડન વિઝા માટે દુબઈ સરકારનો અવિશ્વસનીય રુપથી સન્માનિત અને આભારી છું. દુબઈ મારા મનપસંદ સ્થળોમાંનું એક છે. તે વિકાસ માટે ગતિશીલ સ્થળ છે. આ સુવિધા માટે હું અધિકારીઓનો આભારી છું. આ વિઝાનો સૌથી મોટો ફાયદો સુરક્ષા છે. ગોલ્ડન વિઝા જાહેર કરવા સાથે યુએઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદેશીઓ અને રોકાણકારોને મૂળભૂત રીતે યુએઈમાં રહેવાથી ઘણા લાભો મળે છે

Advertisment