અભિનેત્રી પરિણીતી સંગ AAP નેતા રાઘવ ચઢ્ઢા, લંચ કરવા પહોંચ્યા તો ફેન્સે પૂછ્યું, 'ડેટ તો નથી કરી રહ્યા ને!'

એક ખબર અનુસાર AAP નેતા અને રાજસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા એક બીજાને ડેટ કરી રહ્યા છે.

New Update

એક ખબર અનુસાર AAP નેતા અને રાજસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા એક બીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેને ગુરૂવારે બપોરે એક રેસ્ટોરન્ટમાંથી એક સાથે બહાર આવતા સ્પોર્ટ કરવામાં આવ્યા હતા.

Advertisment W3.CSS

બન્ને ત્યાં લંચ ડેટ પર પહોંચ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મીડિયાના કેમેરાને જોતા જ રાઘવ તો સીધા ગાડીમાં બેસી ગયા પરંતુ પરિણીતીએ પાપારાજીને પોઝ આપ્યા. જોકે બન્નેએ સાથે કોઈ પોઝ નથી આપ્યા. આ સમયે પરિણીતીએ બ્લેક ટી શર્ટની સાથે જીન્સ પહેર્યું હતું ત્યાં જ રાઘવ પણ શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રે પણ બન્નેને ડિનર ડેટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્નેએ વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો હતો. ફોટોને જોઈને એટલું તો સ્પષ્ટ છે કે બન્ને એક બીજા સાથે ખૂબ જ સારો સમય પસાર કરી રહ્યા છે. ફેંસ તો આ ફોટો જોઈને સવાલ પણ પુછી રહ્યા છે કે શું આ બંન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે?

Latest Stories