વાળ આપની સુંદરતનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ જ કારણ છે કે લોકો પોતાના વાળનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આજ કાલની લાઇફસ્ટાઇલ અને આહારના કારણે વાળ પર તેની માઠી અસર પડે છે. આજ કાલ લોકો વાળને લગતી અનેક સમસ્યાથી પરેશાન છે. જેમાં ડેન્ડ્રફ આ સમસ્યા માની એક છે. તો આવી સ્થિતિમાં તમે જાસૂદના ફૂલથી બનાવેલા હેર માસ્ક નો ઉપયોગ કરી શકો છો. આ હેરમાસ્ક લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી તમને છુટકારો મળી જશે.
જાસૂદના ફૂલ અને દહીંનું હેર માસ્ક:-
Ø આ હેર માસ્ક બનાવવા માટે પહેલા જાસૂદના ફૂલ અને તેના પાંદળાને સારી રીતે ધોઈ લો.
Ø ત્યાર બાદ ફૂલો અને પાંદળાને મિકસરમાં નાખી સારી રીતે પીસી લો.
Ø તેમાં એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી દહીં ઉમેરો.
Ø હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો.
Ø તો તૈયાર છે જાસૂદના ફૂલ અને દહીં નું હેર માસ્ક
આ રીતે ઉપયોગ કરો
Ø તૈયાર હેર માસ્કને વાળના મૂળ અને સ્કેલ્પ પર સારી રીતે લગાવો.
Ø હવે આ હેર માસ્કને વાળમાં 20 મિનિટ સુધી રહેવા દો.
Ø 20 મિનિટ પછી તમારા વાળને માઈલ્ડ શેમ્પૂ વડે ધોઈ નાખો.
Ø આ હેર માસ્કનો ઉપયોગ કરીને તમે ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
જાસૂદના ફૂલ અને મેથીનું હેર માસ્ક
Ø આ હેર માસ્ક બનાવવા માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
Ø હવે આ મેથીના દાણા અને જાસૂદના ફૂલને સવારે મિકસરમાં પીસીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
Ø આ પછી આ દાણામાં ¼ કપ છાસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
Ø ડેન્ડ્રફ માટે જાસૂદના ફૂલનું હેર માસ્ક તૈયાર છે.
આ રીતે ઉપયોગ કરો:-
Ø તૈયાર હેર માસ્કને બ્રશની મદદથી વાળમાં લગાવો.
Ø સ્કેલ્પની સાથે સાથે વાળમાં પણ આ માસ્ક સારી રીતે લગાવો.
Ø તેને અડધા કલાક માટે રહેવા દો.
Ø હવે અડધા કલાક પછી વાળને સારી રીતે ધોઈ નાખો.
Ø અઠવાડિયામાં એક વાર આ હેર માસ્કનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.