Connect Gujarat
ફેશન

શું પ્રાચીન સમયમાં હાઇ હિલ જૂતા મહિલાઓના સ્થાને પુરુષો પહેરતા હતા.!

હાઇ હિલ્સ પ્રાચિન જમાનમાં પુરુષો પણ પહેરતા હતા. એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા

શું પ્રાચીન સમયમાં હાઇ હિલ જૂતા મહિલાઓના સ્થાને પુરુષો પહેરતા હતા.!
X

હાઇ હિલ જુતા આજે મહિલાઓમાં આધુનિકતા અને ફેશનનું પ્રતિક ગણાય છે.ખાસ કરીને ફિલ્મ, મોડલિંગ, ફેશન અને કોર્પોરેટ જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓમાં હાઇ હિલ વિશેષ પ્રચલિત છે.જો કે સાચી વાત તો એ છે કે હાઇ હિલની શોધ નથી થઇ પરંતુ સમયની સાથે તેમાં બદલાવ આવતો ગયો છે.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આ હાઇ હિલ્સ પ્રાચિન જમાનમાં પુરુષો પણ પહેરતા હતા. એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા ત્યારે બાદ ફેશન ગુમ થઇ એ પછી મહિલાઓએ હાઇ હિલ પહેરવાના શરુ કર્યા હતા.

ઇજિપ્તના ગુંબજોમાં બનેલી મ્યુરલ કલામાં ઇસ પર્વે ૪૦૦૦ વર્ષ પહેલાની તસ્વીરમાં પુરુષોના પગમાં હાઇ હિલ જૂતા પહેરેલા જોવા મળે છે. ઊંચી એડીના જુતા તરીકે ઓળખાતા આ હાઇ હિલ ફ્રાંસનો રાજા લૂઇસ ચૌદમો પણ પહેરતો હતો.આ લૂઇસની ઊંચાાઇ માત્ર પ ફૂટ અને ૪ ઇંચ જેટલી હતી.એવું માનવામાં આવે છે કે હાઇટની ખામી નિવારી ઉંચા દેખાવા માટે તે ૧૦ ઉંચની હિલ ધરાવતા જૂતા પહેરતો હતો.તે જૂતાની હિલની ખાલી જગ્યામાં પોતાના રજવાડાએ જીતેલા પ્રદેશોના નામ પણ લખાવતો હતો. એક માહિતી મુજબ ઇરાનના ઘોડેસવારો રેતીમાં જૂતા ઘુસી ના જાય તે માટે હાઇ હિલ જૂતાઓ પહેરતા હતા. ૯ સદીમાં પર્શિયન શાહ અબ્બાસ પ્રથમ પાસે દુનિયાની સૌથી મોટી સેના હતી.


તે યુરોપના શાસકો સાથે મિત્રતા બાંધીને પોતાના દુશ્મન ઓટોમન શાસનને હરાવવા ઇચ્છતો હતો. આ રીતે પર્શીયન જૂતાઓ યુરોપ સુધી પહોંચ્યા હતા.આધૂનિક સમયમાં ૧૯૬૦ અને ૭૦ના દોરમાં પુરુષો માટેના કાઉબોય હીલને લોકપ્રિય બનાવવામાં પોપ ગીત સંગીતકારોનો મોટો ફાળો હતો. હોલીવુડની મશહુર અભિનેત્રી મેરલીન મનરોએ એક વાર કહયું હતું કે હાઇ હિલની શોધ કોણે કરી છે એ ખબર નથી પરંતુ જેને પણ કરી છે તેને મહિલાઓ પર ખૂબજ ઉપકાર કર્યો છે.૧૯૭૩માં ડેવીડ બોબી આ પ્રકારના હાઇ હિલ જૂતા ખૂબ પહેરતો હતો. ઇસ ૧૯૩૮માં ૮૦૦૦ વર્ષ જૂના જૂતા અમેરિકાના ઓરેગનમાંથી મળી આવ્યા હતા.

Next Story