Connect Gujarat
Featured

અમદાવાદ: નબળી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ, પાટીદાર ચહેરો બનશે પ્રદેશ પ્રમુખ !

અમદાવાદ: નબળી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ, પાટીદાર ચહેરો બનશે પ્રદેશ પ્રમુખ !
X

નબળી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા કેન્દ્રીય હાઇકમાન્ડ મોટા ફેરફાર કરવા જઈ રહી છે સૂત્રોનું માનીએ તો નવા પ્રભારી રઘુ શર્મા રિપોર્ટ બાદ નિર્ણય લેવાઈ શકે છે અને આવનાર 15 દિવસની અંદર ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા મળી શકે છે

કોંગ્રેસના નવનિયુકત પ્રભારી રઘુ શર્મા અમદાવાદની મુલાકાતે છે તેમણે પક્ષ પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવા કે યથાવત રાખવા આ બાબતે ધારાસભ્યોની સેન્સ લઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ તો કોંગ્રેસ ના સુત્રો પાટીદારને વિપક્ષ નેતા અને એસસી,એસટી કે ઓબીસી માંથી પ્રદેશ પ્રમુખની પસંદગી થાય તેવી શક્યતા છે. ઉપરાંત ગાંધીનગર ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિતની બાબતોને લઈને અભિપ્રાય માંગવામાં આવ્યા હતા 15 દિવસમાં જ વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવા હાઇકમાન્ડ ઇચ્છુક છે ત્યારે પ્રદેશ પ્રભારી પદે રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ.રઘુ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં પ્રભારી શર્મા ગાંધીનગરમાં વિધાનસભા હોલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક કરી કોરોનામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જવા આહવાન કર્યુ હતું. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાથી નજીક રહી હતી ત્યારે હજુ કોંગ્રેસ માટે ઉજળી તકો છે.ગાંધીનગરમાં મોડી સાંજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને પ્રભારી શર્મા ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી કોને વિધાનસભા વિપક્ષના નેતા બનાવવા અને કોની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવી જોઈએ તે મુદ્દે મત જાણ્યા હતાં. ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. વિધાનસભા વિપક્ષના નેતા પદે પૂજા વંશનું નામ ટોપ પર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત શૈલેષ પરમાર, અશ્વિન કોટવાલ અને વિરજી ઠુમરનું નામ પણ રેસમાં છે. શર્માએ મોડી રાત સુધી 66 ધારાસભ્યોને મળીને અભિપ્રાય લીધા હતા

Next Story