Connect Gujarat
Featured

અંકલેશ્વર : કારમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

અંકલેશ્વર : કારમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ
X

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતેથી કારમાં સંતાડીને લઈ જવાતા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુલ રૂપિયા 3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, આગામી તહેવારો નિમિત્તે મોટા પાયે વિદેશી શરાબની હેરાફેરી થનાર છે. જે દરમ્યાન અંગત સૂત્રોની બાતમીના આધારે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જૂના નેશનલ હાઇવે નં. 8 ઉપર આવેલ સાઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ નજીકથી પોલીસે એક શેવરોલેટ ક્રૂઝ કાર નં. GJ-27-K-9873ને થોભાવી હતી.

જેની તલાશી લેતા તેમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 51 નંગ બોટલ મળી આવી હતી. જેમાં પોલીસે 20,400 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ 3,40,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે કારમાં સવાર અંકલેશ્વરના ભડકોદ્રા રહેતા જિગ્નેશ પરીખ તથા કીમના મોટા બોરસરા રહેતા રાકેશ વસાવા નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે.

Next Story