Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોંગ્રેસનો અનેક મુદ્દે વિધાનસભા ઘેરાવ, પોલીસે કાર્યકરો પર પાણીમારો ચલાવી કરી અટકાયત

ગાંધીનગર: કોંગ્રેસનો અનેક મુદ્દે વિધાનસભા ઘેરાવ, પોલીસે કાર્યકરો પર પાણીમારો ચલાવી કરી અટકાયત
X

શિયાળાની ટાઢી શરૂઆતમાં રાજકારણમાં

ગરમાટો જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રમાં વિરોધ

પક્ષ કોંગ્રેસ વિધાનસભાના અંદર અને બહાર

સરકારને ઘેરવા પ્રયાસ કરવા સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી.

સત્યાગ્રહ છાવણી થી આ કૂચ આગળ વધી હતી જે વિધાનસભા પહોંચે એ પહેલા જ પોલીસે તમામની

અટકાયત કરી લીધી હતી. રાજ્યભરમાં થી આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ધારાસભ્યો

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ અને ખેડૂતને પાકવિમા મુદ્દે આજે સરકાર અને વિધાનસભા

ગૃહને ઘેરવાની તૈયારી સાથે કાર્યક્રમ યોજ્યો હતો.

ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ સાથે

કાર્યકર્તાઓની કૂચ સત્યાગ્રહ છાવણીથી આગળ વધી હતી ત્યાં થોડે ક જ દૂર તૈનાત પોલીસ

જવાનોએ તમામને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ

વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવી બળ

પ્રયોગ દ્વારા તમામની ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી. તમામને પોલીસવાનમાં બેસાડી

અજ્ઞાત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ઘર્ષણ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ગાડી

પર પથ્થમારાની પણ ઘટના બની હતી.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાની હેઠળ આંદોલન શરૂ કરાયું હતું. જેમાં

કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ગુજરાતભરના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અર્જુન મોઢવાડિયા, મનીષ ડોશી સહિતના

નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જે તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા

સત્રના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ,કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે

વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયત્ન કરાયો હતો.

Next Story