Connect Gujarat
Featured

ગાંધીનગર : બે જ વર્ષમાં રાજ્યમાં નવા 384 CNG સ્ટેશન કાર્યરત, મુખ્યમંત્રીએ બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર : બે જ વર્ષમાં રાજ્યમાં નવા 384 CNG સ્ટેશન કાર્યરત, મુખ્યમંત્રીએ બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
X

ગુજરાતમાં પ્રદૂષણમુકત-પર્યાવરણપ્રિય CNGનો ઉપયોગ વ્યાપક બનાવવાની વધુ એક પહેલ કરવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ CNG સહભાગી યોજનાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ રાજ્યમાં ૧૬૪ નવા CNG સ્ટેશન્સ કાર્યરત કરવા માટેના લેટર ઓફ ઇન્ટેટનો ઇ-વિતરણ સમારોહ કરવામાં આવ્યો જેમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા.

ગુજરાતમાં ર૩ વર્ષમાં પ૪ર CNG સ્ટેશન સામે પાછલા બે જ વર્ષમાં નવા ૩૮૪ CNG સ્ટેશન ઊભા થયા હવે રાજ્યમાં વાહનચાલકોને સરળતાએ CNG મળશે.અને રાહત પણ મળશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે પર્યાવરણપ્રિય ઇંધણ-ફયુઅલના ઉપયોગની નવી દિશા દેશને બતાવી છે અને સમગ્ર દેશના કુલ ર૩૦૦થી વધુ CNG સ્ટેશનના સૌથી વધુ ૬૦ ટકા ૬૯૦થી વધુ CNG સ્ટેશન્સ ગુજરાતમાં સ્થાપિત થયા છે. ગ્લોબલ વોર્મિંગ – પ્રદૂષણના પડકાર સામે ઝિરો ટોલરન્સની નેમ ગુજરાતે અપનાવી છે. CNG વાહનોના વધુ ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણ સાથે વિકાસની ગતિ જારી રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યભરમાં તબક્કાવાર ૯૦૦ CNG સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.

Next Story