Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ:આંતર રાજ્ય ઠગ પોલીસ ગિરફતમાં, 2 વર્ષમાં 27 ગુનાને આપ્યો અંજામ

ગીર સોમનાથ:આંતર રાજ્ય ઠગ પોલીસ ગિરફતમાં, 2 વર્ષમાં 27 ગુનાને આપ્યો અંજામ
X

ગીર સોમનાથ ના વેરાવળમાંથી આંતર રાજ્ય ગેંગના ઠગની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગ યુવાને 2 વર્ષમાં 29 લોકોને શિકાર બનાવી 6.50 લાખની છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. એટીએમમાં લોકો સાથે ઠગાઇ કરાતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

ગીર સોમનાથની વેરાવળ પોલીસને મહત્વની સફળતા મળી છે. એ. ટી.એમમાં લોકો સાથે છેતરપીંડી આચરી અનેક લોકોના બેન્ક બેલેન્સ તળિયા ઝાટક કરતા આંતરરાજ્ય ભેજાબાજ ગઠિયાને ટેક્નિકલ સર્વેલન્સથી દબોચી લેવામાં આવ્યો છે.આ શખ્સની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવતા આ ઈસમ આંતરરાજ્ય ગઠિયો હોવાનું સામે આવ્યું હતું. હાલમાં લોકડાઉન સમય ગાળા દરમ્યાન સાઇબર ક્રાઇમના અને લોકોના એટીએમ બદલી લઇ તેઓના ખાતામાંથી નાણાની ઉઠાંતરી કરવાના બનાવો સામે આવ્યા હોય જેથી આવા ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી માટે ટીમ કામે લગાડાઇ હતી. વેરાવળ નજીકના છાત્રોડા ગામે રહેતા રતનસીંહ જાડેજા એસ.બી.આઇ.બેન્કના એટીએમ ખાતે પોતાના એટીએમથી પૈસા ઉપાડવા ગયા હતા પરંતુ તેમણે પૈસા ઉપાડતા આવડતું ન હોય એટીએમમાં ઉભેલા અસ્ફાક પંજાને પૈસા ઉપાદવા એટીએમ આપ્યો હતો દરમ્યાન આરોપીએ પૈસા તો ઉપાડી આપ્યા હતા પરંતુ એટીએમ બદલી લઈ બાદમાં અલગ અલગ ટ્રાનઝેકશન દ્વારા રૂપિયા 84,500 ઉપાડી લીધા હતા.આ મામલે ગુનો નોધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતા આરોપી અસ્ફાક પંજાને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીના ઘરેથી જુદી જુદી બેન્કના 17 નંગ એટીએમ તથા રોકડ રકમ અને સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 2.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીએ અલગ રાજ્યના શહેરોમાં આ પ્રકારના 27 ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

Next Story