/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/10131507/maxresdefault-117.jpg)
રાજ્યના મોસમ વિભાગે આવતીકાલે અને 11 તારીખે કમોસમી વરસાદ ની આગાહી કરી છે અને માવઠાની શક્યતા વ્યકત કરી છે ત્યારે સૌરષ્ટ્રના ગીર સોમનાથ ના વેરાવળ ના ગ્રામ્ય વિસ્તારોમા વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આજે સવારથી ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અહીં શિયાળૂ પાકને કમોસમી વરસાદની ભીતી ઉભી થઇ છે. તો સાથે ઘઉં, ચણા, બાજરી, તુવેર, ધાણા જેવા પાકોને નુકશાન થવાની ભીતી સર્જાઈ છે. ચોમાસામાં મગફળી પાક નિષ્ફળ ગયો હતો ત્યારે જો કમોસમી માવઠૂ થશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે તેથી અહીં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્ય મોસમ વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ ને લીધે જ ગુજરાત તરફ વાદળો આવી રહ્યા છે તે કારણોસર માવઠુ થવાની શક્યતા છે. જેની અસરથી આજે બપોર બાદ અથવા રાત્રી સુધીમાં ક્યાંક ક્યાંક માવઠાની શરૂઆત થઈ શકે અને બે/ત્રણ દિવસ સુધી વરસાદી માવઠાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માવઠાની અસર જોવા મળી શકે છે. આવાનારા 2 દિવસ ખેડૂતો માટે નવી ઉપાધિ લઇને આવી શકે છે જેને લીધે ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે.