Connect Gujarat
Featured

ગીર સોમનાથ : આ ભીડ કોરોના ફેલાવશે..., જુઓ વેરાવળના પ્રભાસ પાટણ વિસ્તારમાં લોકોએ શું કર્યું..!

ગીર સોમનાથ : આ ભીડ કોરોના ફેલાવશે..., જુઓ વેરાવળના પ્રભાસ પાટણ વિસ્તારમાં લોકોએ શું કર્યું..!
X

એક તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે, ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાથી બચવા માટે સતત જાગૃતિની અપીલ કરી રહ્યું છે. તેમ છતાં કેટલાક જિલ્લામાંથી એવી તસવીરો સામે આવી રહી છે, જેના કારણે કોરોના ફેલાઈ તો નવાઈ નહિ, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલ પ્રભાસ પાટણ વિસ્તારમાં લોકોની ભીડ બેખોફ જોવા મળી રહી છે. લોકો સામાજિક અંતર તો ઠીક કોવીડ-19ની ગાઈડલાઈનનું પણ પાલન નથી કરી રહ્યા. જુઓ અમારો વિશેષ અહેવાલ... “આ ભીડ હવે કોરોના ફેલાવશે...”

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોરોના જો ફેલાતો હોય તો તે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવના કારણે ફેલાય છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં જાણે કોરોના ગાયબ થઇ ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વેરાવળમાં આવેલ પ્રભાસ પાટણ વિસ્તારની શાક માર્કેટમાં કીડિયારું ઉભરાયું હોય તેવી તસવીરો સામે આવી છે. આપ જોઈ શકો છે કે, લોકો માસ્ક વગર બેરોકટોક ફરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળી દીધો હોય તેમ વર્તાઇ રહ્યું છે. તો સાથે જ જે લોકો સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવે છે તેવા શાકભાજીવાળા લોકોની ગંભીર બેજવાબદારી સામે આવી છે, ત્યારે આટલી મોટી ભીડ હોવા છતાં તંત્ર મૂકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે બેજવાબદાર લોકોની ભૂલનો ભોગ નિર્દોષ નાગરિકો બનશે તો તેની જવાબદારી કોણ લેશે, તેવા લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. આ માત્ર એક જિલ્લાની કે, ગામની વાત નથી અમદાવાદમાં પણ દિવાળી પહેલા થયેલી ભીડનો ભોગ હાલ આખું શહેર ભોગવી રહ્યું છે, ત્યારે હવે વેરાવળના પ્રભાસ પાટણના આ દ્રશ્યો પણ જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Next Story