Connect Gujarat
Featured

ગીરસોમનાથ: ઉનામાં રૂ. 295.85 કરોડના ખર્ચે મત્સય બંદરનો વિકાસ, સી.એમ.વિજય રૂપાણીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ગીરસોમનાથ: ઉનામાં રૂ. 295.85 કરોડના ખર્ચે મત્સય બંદરનો વિકાસ, સી.એમ.વિજય રૂપાણીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
X

ગીર સોમનાથ જીલ્લાનાં ઉના તાલુકાના નવાબંદર ખાતે નિર્માણ પામનાર જેટીનું મુખ્ય પ્રધાનનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા 295.85 કરોડના ખર્ચે બનનાર આંતરરાષ્ટ્રીય બંદર જેટીના કારણે રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ્ધ થશે.

ગુજરાત 1600 કિલોમીટર જેટલો લાંબો દરીયા કિનારો ધરાવે છે. મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ કુદરતી સંસાધનોથી ગુજરાત ખૂબજ સમૃદ્ધ છે તેમજ મત્સ્યોદ્યોગએ દરીયાઇ કાંઠાનાં અર્થતંત્રનો પાયાનો વ્યવસાય છે ત્યારે ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામા આવેલ ઉના તાલુકાનાં નવાબંદર ખાતે રૂ. 295.85 કરોડના ખર્ચે મત્સય બંદર વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે કરવામા આવ્યું.

બંદરની વિશેષતા પર નજર કરીયે તો 22 હેકટર જેટલા વિસ્તાર મા ઓફશોર અને ઓનશોર સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુરોપીયન યુનીયનનાં નિયમ મુજબ બંદરની ડીઝાઇન,ઉના તાલુકા અને નવાબંદરનાં લોકોને સીધો ફાયદો,1000 બોટો રહી શકે તેવી ડીઝાઇન, બ્રેક વોટર,સેફટી વોલ,જેટી,ઓકશન હોલ, રેડીયો કોમ્યુનિકેશન ટાવર, વહીવટી સંકુલ,બોટ રીપેર શોપ, બોટ પાર્કિંગ એરીયા, નેટ મેડીંગ શેડ, ગીયર શેડ, રેસ્ટ શેડ સહીતની સુવિધાઓ સાથેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનુ આધુનિક બંદર થવા જઇ રહ્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ '-ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા અને માઢવાડ બંદરને પણ વિકસિત કરવાની જાહેરાત કરી હતી.

Next Story