Connect Gujarat
Featured

ગુજરાત : વેરાવળ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું, ખેડુતોમાં ચિંતાનો માહોલ

ગુજરાત : વેરાવળ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું, ખેડુતોમાં ચિંતાનો માહોલ
X

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માં માવઠા પડવાની હવામાન વિભાગે કરેલ આગાહી સાચી ઠરી હોય તેમ ગઈકાલે દિવસભર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના શહેર અને પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાદળછાયુ વાતાવરણ છવાયેલું રહ્યું હતું. અને કમોસમી વરસાદ વરસાયો હતો.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના શહેર અને પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાદળછાયુ વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકાઓના વાતાવરણમાં ગઈકાલે પલટો આવ્યા બાદ મોડી રાત્રીથી કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસેલા વરસાદના કારણે જગતના તાત એવા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.માવઠાના કારણે જિલ્લામાં વાવણી કરાયેલ શિયાળુ પાકને ભારે નુકશાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.

માવઠાના કારણે ઘઉં, બાજરી, ચણા, કપાસ જેવા શિયાળુ પાકો તથા ગીર ની પ્રખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ થી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.તો જિલ્લામાં ખાસ કરી ને વેરાવળ તાલુકા માં તરબુચ,ટેટી જેવી ખર્ચાળ મલચીંગ ખેતી કરતાં ખેડુતો ની હાલત કફોડી બની છે.

Next Story