Connect Gujarat
Featured

"ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક" આ તારીખથી ખૂલી જશે શાળાઓ શિક્ષણમંત્રીનું નિવેદન

ગુજરાતમાં આખરે શાળાઓ અનલૉક આ તારીખથી ખૂલી જશે શાળાઓ શિક્ષણમંત્રીનું નિવેદન
X

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે, જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.

સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ભૂપેન્દ્રસિંહે ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને સ્કૂલે મોકલું છું.

બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે

1. ફેસ માસ્ક પહેરવું પડશે.

2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

3. ગમે ત્યાં થૂકી નહીં શકે.

4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.

5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.

9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

11. એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેન્મેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.

15. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

20. સફાઈ કામદારોને કામ પર રાખતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.

Next Story