Connect Gujarat
ગુજરાત

રાજયની આ લાયબ્રેરી વાંચનાલય ન રહેતા બનશે કોમ્યુનીટી સેન્ટર

રાજયની આ લાયબ્રેરી વાંચનાલય ન રહેતા બનશે કોમ્યુનીટી સેન્ટર
X

અંકલેશ્વરમાં 1888માં સ્થાપના કરવામાં આવેલી જે.એન.પીટીટ લાયબ્રેરીને

રાજ્ય સરકાર તરફથી વિશિષ્ટ લાઈબ્રેરીનો દરરજો આપવામાં આવ્યો છે. મહિલાઓ, યુવાઓ તથા બાળકોને

કેન્દ્ર સ્થાને રાખીને વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

અંકલેશ્વરમાં 1888માં મુંબઈ સ્થિત વિદ્યા પ્રેમી ઉદ્યોગપતિ જમશેદજી

નસરવાનજી પીટીટ દ્વારા શરૂ કરવામાં આવેલી લાયબ્રેરીને વિશિષ્ટ લાયબ્રેરીનો દરજજો

પ્રાપ્ત થયો છે. ટ્રસ્ટી મંડળે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશષ્ટ લાઈબ્રેરીનો દરરજો

મળવાથી હવે સરકાર તરફથી મળતા અનુદાનમાં વધારો થશે. વાંચન પ્રેમીઓને લાઈબ્રેરી

પ્રતિ આકર્ષણ અને રુચિ વધારવા માટે નવી પ્રવૃતિ ઓની સાથે નવી સુવિધાઓ વધારવામાં

આવશે. સિનિયર સિટીઝન, મહિલાઓ, યુવાઓ તેમજ બાળકોને કેન્દ્ર સ્થાને રાખી નવી સવલતો ઉભી કરવામાં આવનાર છે. ખાસ

કરીને લાઈબ્રેરીને માત્ર વાંચનાલય જેટલું સીમિત ન રાખી એક કોમ્યુનિટી સેન્ટર

બનાવવાની નેમ ટ્રસ્ટી મંડળે વ્યકત કરી છે. લાઈબ્રેરીના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, સેક્રેટરી ચેતન શાહ, મહિલા લાઈબ્રેરીના પ્રમુખ

ડો. લતાબેન શ્રોફ સહિત તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં. તેમણે વધુમાં વધુ લોકોને

લાયબ્રેરીના સભ્ય બનવા માટે અનુરોધ કર્યો છે.

Next Story