ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા, આજે 5,92,708 દર્દીઓનું થયું રસીકરણ
BY Connect Gujarat17 Aug 2021 3:53 PM GMT

X
Connect Gujarat17 Aug 2021 3:53 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં આજે 22 દર્દીઓએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 179 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.
રાજયમાં 17 નવા નોધાયેલ કેસ પૈકી આજે અમદાવાદ અને વડોદરામાં 5 કેસ નોધાયા જ્યારે સુરતમાં 4 કેસ અને અરવલ્લી,ભાવનગર રાજકોટમાં 1 કેસ નોધાયા છે.
તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 5,92,708 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,12,31,618 લોકોનું રસીકરણ કરાયું છે.
Next Story