Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ નોધાયા, 23 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ નોધાયા, 23 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાતમાં આજે કોરોનાના 22 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.રાજ્યમાં આજે કોરોનાની 2,65,560 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,446 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશન 3, ભાવનગર 2, વલસાડ 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, જામનગર 1, પોરબંદર 1, રાજકોટ 1, સુરત 1 કોરોનાનો કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 2,65,560 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,35,85,394 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

Next Story