Connect Gujarat
ગુજરાત

આજથી 3 દિવસ અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસની રણનીતિ ઘડાશે

રાજ્યમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે.

આજથી 3 દિવસ અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે, કોંગ્રેસની રણનીતિ ઘડાશે
X

રાજ્યમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એકવાર ફરી ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાજરી આપશે.

રાજસ્થાનના સીએમ અને ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર આજે સાંજે રાજકોટ આવશે. સાંજે 4:30 કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરી હેમુ ગઢવી હોલ પહોંચશે. અશોક ગેહલોત રાજસ્થાન મુખ્યમંત્રી છે અને પ્રદેશ કોંગ્રેસના ચૂંટણીના મુખ્ય નિરીક્ષક છે. આજે સાંજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો અભ્યાસ કરશે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મુખ્ય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ કરી હતી. 2017 માં તેઓ જ્યારે ગુજરાતના પ્રભારી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છવાઈ ગઇ હતી. કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વર બે વખત રદ થયેલો ગુજરાત પ્રવાસ ફરીવાર ગોઠવાયો છે. 16 થી 18 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સતત ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન છે. આ પહેલા આરોગ્યને લઇને અશોક ગેહલોતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

Next Story