રાજ્યમાં કોરોનાના 301 પોઝીટિવ કેસ નોંધાયા, 263 દર્દી સ્વસ્થ થયા

New Update

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 301 પોઝીટિવ કેસ નોંધાયા છે.

Advertisment

રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમા 301 કેસ નોંધાયા છે. અમદાવાદમા 114 કેસ તેમજ રોજકોટમાં 31 કેસ, સુરતમાં 26 વડોદરામાં 36 તેમજ વલસાડમાં 7 અને આણંદમાં 5 કેસ નોંધાયા છે. ભરૂચમાં 5 અને પંચમહાલમાં 5 કેસ નોંધાયા છે. એકટિવ કેસની સંખ્યા 2332 પર પહોંચી છે જ્યારે વેન્ટીલેટરમાં 10 દર્દીઓ છે.

ગુજરાતમાં આજે કોરોનાના 301 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા નોંધાયો છે. તેમજ આજે 263 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2332 કોરોનાના એક્ટિવ કેસ છે.

Advertisment