Connect Gujarat
ગુજરાત

ભૂ માફિયાઓ પર સકંજો: રાજ્યમાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 345 પોલીસ ફરિયાદ નોંધાય

ભૂ માફિયાઓ પર સકંજો: રાજ્યમાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 345 પોલીસ ફરિયાદ નોંધાય
X

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ હેઠળ ગુજરાત સરકારે ટુંકા ગાળામાં સિમાચિન્હરૂપ કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજયના ગરીબ મધ્યમ વર્ગ અને નાના સીમાંત ખેડૂતોની જમીન પચાવી પાડનારા તત્વોને નશ્યત કરવા અને લેન્ડ ગ્રેબરોની શાન ઠેકાણે લાવવા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટઅમલી બનાવ્યો છે જેનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજયના વિવિધ જીલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મંત્રી પટેલે ઉર્મેયુ કે, રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ભૂમાફિયાઓને નાથવા માટે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ હેઠળ ગુજરાત સરકારે ટુંકા ગાળામાં સિમાચિન્હરૂપ કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે.

આ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ 61 લાખ 80 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ થયું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તપાસબાદ આ પૈકી રૂ. 730 કરોડની કિંમતની 76 લાખ 60 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ પુરવાર થતાં 1178 વ્યક્તિઓ સામે 345 એફ.આઈ.આર. (FIR)નોંધવામાં આવી છે. જેમાંથી, 190 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Next Story