Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 5ના મોત, સરકાર દ્વારા મૃતક પરિવારને 4-4 લાખની સહાય

વીજળીના કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લા પ્રશાસન વિભાગ તાત્કાલિક પણે સતર્ક બન્યું છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતાં 5ના મોત, સરકાર દ્વારા મૃતક પરિવારને 4-4 લાખની સહાય
X

સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ સાથે વીજળી પાડવાની ઘટના પણ બની છે તેવામાં વીજળી પડવાથી પાંચ જેટલા લોકોના મોત નીપજ્યા છે. જેઓના મૃતકોના પરિવારને સરકાર દ્વારા 4 4 લાખની સહાય કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વીજળી પડતા પાંચ લોકોના ‎ મોત નીપજ્યાં હતા. જેમાંથી ત્રણ મૃતકોની આંખોનું દાન ‎કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારે પાંચેય મૃતકોના પરિવારજનોને 4-4 લાખની ‎ ‎સહાય કરી હતી.‎ મળતી માહિતી અનુસાર વરસાદી વાતાવરણમાં ખુલ્લી જગ્યાઓ ઊંચા ઝાડવાઓ ઈલેક્ટ્રીક થાંભલાઓ અને ચાલુ ફોનના વાયરો ઈલેક્ટ્રીક વાયરો અને મકાનની છત ઉપર ન જવા માટે જિલ્લાવાસીઓ ને તંત્રએ અપીલ કરી હતી.

તજવીજ સાથે જો વરસાદ જિલ્લામાં ખાસ કે તો તેવા સમયગાળામાં મજબૂત છતવાળા મકાનો અથવા સુરક્ષિત સ્થળ ઉપર ઉભા રહી જવા માટે લોકોને તંત્રએ અપીલ કરી હતી.અવકાશી વીજળીના કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધતા જિલ્લા પ્રશાસન વિભાગ તાત્કાલિક પણે સતર્ક બન્યું છે.

Next Story