Connect Gujarat
ગુજરાત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 62 હજાર નવા કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 62 હજાર નવા કેસ નોંધાયા
X

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલુ છે. જોકે નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોત હજુ પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 62 હજાર 224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 હજાર 542 લોકો મૃત્યુ પામ્યા છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ કેસની સંખ્યા બે કરોડ 96 હજાર 33 હજાર 105 નોંધાયા છે જ્યારે કુલ બે કરોડ 83 લાખ 88 હજાર 100 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે દેશમાં અત્યાર સુધી કુલ 3 લાખ 79 હજાર 573 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 8 લાખ 65 હજાર 432 છે જ્યારે અત્યાર સુધી કુલ 26 કરોડ 19 લાખ 72 હજાર 14 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 28,00,458 રસી આપવામાં આવી હતી, જેના પછી કુલ રસીકરણની સંખ્યા 26,19,72,014 થઈ ગઈ છે. જ્યારે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 19,30,987 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધીમાં કુલ 38,33,06,971 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે હવે દેશમાં રિકવરી રેટ દર વધીને 95.80 ટકા થયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ હાલમાં 5 ટકાથી ઘટીને 4.17 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું કે દૈનિક પોઝિટિવ રેટ 3.22% છે જે સતત 9 દિવસ માટે 5% કરતા ઓછો છે.

Next Story