વડોદરાથી પાવાગઢ દર્શને નીકળેલા 3 મિત્રોને કાળમુખા ડમ્પરે અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત નિપજ્યાં

વડોદરાથી 5 મિત્ર બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.

New Update

વડોદરા-હાલોલ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 મિત્રનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાથી 5 મિત્ર બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર ત્રણેય મિત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારિયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા.

ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમયે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્રણ મૃતકમાંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

Read the Next Article

વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.