Connect Gujarat
ગુજરાત

"સેવાકીય કાર્ય" : સુરેન્દ્રનગરની સગર્ભા બહેનો માટે પોષણક્ષમ આહારનું મેનુ બનાવાયું.

કુપોષણ માટે પ્રચલિત બનેલા રણકાંઠા વિસ્તારમાં કુપોષણ સામે પડકાર ઝીલ્યાની સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાની અનોખી કહાની સામે આવી છે.

કુપોષણ માટે પ્રચલિત બનેલા રણકાંઠા વિસ્તારમાં કુપોષણ સામે પડકાર ઝીલ્યાની સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાની અનોખી કહાની સામે આવી છે. જેમાં સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના અથાગ પ્રયાસોથી મળેલા સારા પરિણામ સામે આવ્યા છે. નિષ્ણાત તબીબો, આયુર્વેદ નિષ્ણાતો, ન્યુટ્રિસિયનના સ્પેશિયાલિસ્ટની સલાહ લઈ સગર્ભા બહેનોનું પોષણક્ષમ આહારનું મેનુ બનાવ્યું છે. તેમને કીટમાં એટલો પુરવઠો આપવામાં આવે કે, તેના ભોજનની થાળીમાં સતત નવ મહિના સુધી અંદાજે 270 દિવસ અને 540 ટંકનું ભોજન આ કીટની સામગ્રીનું જ હોય એનું પણ સચોટ ધ્યાન રખાતા પરિણામલક્ષી રીઝલ્ટ મળ્યું છે.

કુપોષણ એ આજે સહુ કોઈ માટે પડકાર છે. કુપોષણ દૂર કરવા માટે આજે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાના ગામ તરીકે પ્રખ્યાત ખારાઘોડામાં કુપોષણ દૂર કરવા જે પરિણામ લક્ષી કામ થઈ રહ્યું છે તેની વાત છે. ખારાઘોડામાં થઈ રહેલા આ પ્રયાસોની વાત સાંભળીને સૌ કોઇને અચુક ગૌરવ થશે. ખારાઘોડાના સ્થાનિક આરોગ્ય કર્મી કહે છે કે, અહીંયા કુપોષણની વ્યાપક સમસ્યાને કારણે ગર્ભવતી માતાઓ અને બાળકોમાં કુપોષણ અતિ વ્યાપક જોવા મળે છે. બાળ મૃત્યુ દર પણ ખૂબ ઊંચો. પરંતુ, અંદાજે 3 વરસ પહેલાં ખારાઘોડામાં આવેલી સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના સેતુ દવાખાનાના ટ્રસ્ટીઓને એક વિચાર સૂઝયો કે, ગામમાં બિમાર લોકોને દવા તો આપીએ છીએ. સાથે સાથે સગર્ભા બહેનોને નિયમિત પોષણ મળે તેવો ખોરાક આપીએ તો કુપોષણ સામે જીતી શકાય અને શરૂ થઈ કુપોષણ સામે લડાઈની શરૂઆત. નિષ્ણાત તબીબો, આયુર્વેદ નિષ્ણાતો, ન્યુટ્રિસિયનના સ્પેશિયાલિસ્ટ સહિત સહુની સલાહ લઈ સગર્ભા બહેનોનું પોષણક્ષમ આહારનું મેનુ બનાવ્યું. કઠોળ, શીંગ, ચણા, ચોખા, પૌઆ. બદામ, લીલા શાકભાજી, ફ્રૂટ, શુદ્ધ ઘીની વાનગી વગેરેનું મેનુ બન્યું અને તેની કીટ બનાવી અને ખારાઘોડાની તમામ સગર્ભા બહેનોને નિયમિત વિતરણ શરૂ કરવામાં આવ્યું. તેમને કીટમાં એટલો પુરવઠો આપવામાં આવે કે, તેના ભોજનની થાળીમાં સતત નવ મહિના સુધી અંદાજે 270 દિવસ અને 540 ટંકનું ભોજન આ કીટની સામગ્રીનું જ હોય ! તેના માટે અદભુત વ્યવસ્થા તંત્ર ગોઠવાયું. સગર્ભા બહેનો સુધી નિયમિત બધું પહોંચે અને એ રેગ્યુલર ખાય એ પણ ધ્યાન રખાય. આ ઉપરાંત તમામ સગર્ભા બહેનોનું નિયમિત વજન, હિમોગ્લોબીન વગેરે ચેક થાય. ખારાઘોડામાં તમામ સગર્ભા બહેનોની લાગણી ભરી સંભાળ સેતુ રાખે. આ સાથે જ કોઈ પણ સગર્ભા બહેનને કોઈ પણ જગ્યાએ સામાન્ય ચેક અપ કરાવવા જવું હોય તોય એક કોલ કરો એટલે ખિલખિલાટ નામની સરકારી ગાડી સગર્ભા બહેનને ઉંબરે મોકલવામાં આવે છે. તે ગાડીમાં બેસીને સગર્ભાબેન જાય તેવું સગર્ભા બહેનોને કહેવામાં આવે છે. આંગણવાડીના બાળકોને દરરોજ ભરપેટ પોષણક્ષમ આહાર (નાસ્તો) સેતુ અને વોલાનસીસ દ્વારા અપાય છે. આ સિવાય ખારાઘોડાના તમામ ટી.બીના દર્દીઓને નિયમિત 2 પૌષ્ટિક રાશન કીટ તથા સેતુનું સાથી ટ્રસ્ટ વોલનસિસ ફાઉન્ડેશન દ્વારા ખારાઘોડામાં 81 એકાકી સિનિયર સીટીઝનને પણ નિયમિત કીટ આપવામાં આવે છે.

Next Story