Connect Gujarat
ગુજરાત

ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં આરોપીએ પોતે જ હાઇકોર્ટમાં કરી અરજી,જાણો સમગ્ર મામલો

ખંભાતમાં થયેલા કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે

ખંભાત શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં આરોપીએ પોતે જ હાઇકોર્ટમાં કરી અરજી,જાણો સમગ્ર મામલો
X

ખંભાતમાં થયેલા કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં હિંસામાં નોંધાયેલી FIR ની તપાસ CID અથવા CBI સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે.આણંદ જિલ્લાના ખંભાત માં થયેલી હિંસા નો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હિંસા દરમિયાન નોંધાયેલી પોલીસ ફરિયાદની તપાસ CID ક્રાઇમ અથવા તો CBI સોંપવા માટેની માંગણી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

6 જેટલા અરજદાર ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે પારદર્શક રીતે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. જે મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.ગયા મહિને 10 એપ્રિલે ખંભાતના શક્કરપુરમાં હિંસા થઈ હતી. ચાલુ વર્ષે રામ નવમીના દિવસે આણંદના ખંભાતમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ આ મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરી છે. સાથે સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કિસ્સામાં એક તરફી વલણ રાખીને પોલીસે કાર્યવાહી કરી છે. જેથી સમગ્ર મામલાની તપાસ CID અથવા તો CBIને સોંપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલ રાણાના મૃતદેહની ખંભાતમાં ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર શહેર હીબકે ચડી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર શહેરમાં જય શ્રીરામના નારા સાથે નીકળેલી સ્મશાન યાત્રા સહિત શહેરીજનોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને આશ્વાસન આપવા જિલ્લાના સાંસદ મિતેશ પટેલ ખંભાત પહોંચ્યા હતા.

Next Story