Connect Gujarat
ગુજરાત

પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી માહિતગાર થતાં છત્તીસગઢના પોલીસ અધિકારીઓ…

ગુજરાત પોલીસ અને છત્તીસગઢ પોલીસના સંકલનના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ વિભાગની મુલાકાત છત્તીસગઢ પોલીસના 15 પોલીસ અધિકારીઓએ લીધી હતી.

પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી માહિતગાર થતાં છત્તીસગઢના પોલીસ અધિકારીઓ…
X

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ વિભાગની છત્તીસગઢ પોલીસના 15 જેટલા પોલીસ અધિકારીઓએ મુલાકાત લઈ ગુજરાત પોલીસની કામગીરીથી માહિતગાર થયા હતા. વિશ્વ પ્રસિદ્ધ કચ્છના સફેદ રણ અને વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં આવેલ ધોળાવીરાના લીધે દેશ વિદેશમાંથી લોકો કચ્છ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે,

ત્યારે ગુજરાત પોલીસ અને છત્તીસગઢ પોલીસના સંકલનના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ વિભાગની મુલાકાત છત્તીસગઢ પોલીસના 15 પોલીસ અધિકારીઓએ લીધી હતી. જે અંતર્ગત બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢના પોલીસ અધિકારીઓ રાપર પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવીએ ગુજરાત અને કચ્છ પોલીસની જુદી જુદી કામગીરી અને પોલીસ રેકોર્ડ, એફઆઈઆર, પોલીસ લોકઅપ, ટ્રાફિક તથા તપાસ કેવી રીતે થાય છે,

તે અંગે માહિતી આપી હતી. તો એસઓજી પીએસઆઇ એમ.એમ.ઝાલાએ સ્પેશિયલ ઓપરેશન ગૃપની કામગીરી અંગે જાણકારી આપી હતી. રાપર પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઇ જી.બી.માજીરાણા, આર.આર.આમલીયાર સહિતના પોલીસકર્મીઓએ રાપર પોલીસની કામગીરી અંગે જાણકારી આપી હતી. તો છત્તીસગઢ પોલીસના ઈન્ચાર્જ પોલીસ અધિકારી અભિષેક દુબેએ ગુજરાત અને કચ્છ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી સચોટ હોવાનું જણાવી કચ્છ પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story