Connect Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ બન્યુ દાણચોરીનું હબ ! એક માસમાં જ રૂ.60 લાખથી વધુનો કીમતી સામના ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ બન્યુ દાણચોરીનું હબ ! એક માસમાં જ રૂ.60 લાખથી વધુનો કીમતી સામના ઝડપાયો
X

કોરોના મહામારીને કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવર જવર ખૂબ જ ઘટી હતી. પરંતુ હવે કોરોના કાબુમાં આવતાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર ટ્રાફિક શરૂ થઈ ગયો છે. એર ટ્રાફિક શરૂ થવાથી દાણચોરો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબર મહિનામાં જ વિદેશથી આવેલા મુસાફરો પાસેથી દાણચોરી માટે લાવવામાં આવી રહેલું 60 લાખથી વધુ કિંમતનું સોનું અને કિંમતી માલસામાન ઝડપી પાડવામાં આવ્યો છે.

દુબઈ માટે નિયમિત ફ્લાઇટ નો પ્રારંભ થતાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે સ્મગલિંગનો પ્રમાણમાં પણ વધારો થયો છે. પાંચ ઓક્ટોબર મુસાફરો પાસેથી સોનાના બે કડા ઝડપવામાં આવ્યા હતા. આ બંને મુસાફરો રૂપિયા 12 લાખની કિંમતનું આ સોનું તેના જૂતામાં છુપાવીને લાવી રહ્યા હતા. આ બંને મુસાફરો ઈમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સને શંકા ગઇ હતી. મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં તેમના જૂતા માંથી પ્યોર ગોલ્ડ સોનાના કડા મળી આવ્યા હતા.9 ઓક્ટોબરે 3 અલગ-અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 337 ગ્રામ એટલે કે અંદાજે રૂપિયા 16.40 લાખનું સોનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન આ ત્રણેય મુસાફરો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું.11 ઓક્ટોબરે એક જ મુસાફર પાસેથી 8 આઇફોન-12 અને 6 આઇફોન-11 પ્રો મેક્સ ઝડપાયા હતા, તેની અંદાજિત કિંમત 7.54 લાખ હતી.13 ઓક્ટોબર બે મુસાફરો પાસેથી રોડિયમ ક્લોટિંગ કરેલા સોનાની ચેન બે કડા સાથે મુસાફરો ઝડપાયા હતા. 471 ગ્રામના સોનાની આ કિંમત અંદાજે રૂપિયા 23 લાખ છે

Next Story