અમદાવાદ :16 માસ બાદ હાઇકોર્ટના દ્વાર ખુલશે, 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે

New Update

16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. મહત્વનું છે કે ઓકટોબર-2020થી હાઈકોર્ટની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. આ માટે હાઈકોર્ટે SOP જાહેર કરી છે. 16 મહિના પછી હાઇકોર્ટ ખુલી રહી છે, હાઇકોર્ટના બે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.

Advertisment

 આ SOPના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીયે

  • કોર્ટ પરિસરમાં વકીલો, રજિસ્ટર્ડ કલાર્ક, પક્ષકારો અને પાર્ટી ઇન પર્સનને જ પ્રવેશવા દેવા છૂટ આપી છે. પત્રકારોને કોર્ટમાં પ્રવેશ પર મનાઇ કરવામાં આવી છે.
  • પ્રત્યેક કેસમાં બન્ને પક્ષના વકીલોની 1 પેરને કોર્ટ રૂમની અંદર જવા દેવામાં આવશે.
  • જે કેસ બોર્ડ પર સુનાવણી માટે આવે તે પછીના 5 કેસના વકીલો કોર્ટ રૂમમાં બેસી શકશે.
  • કોર્ટરૂમમાં પણ બે સીટ છોડીને બેસવા માટેના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
  • પોતાના કેસમાં સુનાવણી પૂર્ણ થાય પછી તરત જ કોર્ટની બહાર નીકળી જવું પડશે.
  • કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર વાહનો પર જ ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ પ્રવેશ મળશે.
  • શરદી, ફલૂ કે તાવ જણાશે તો દરવાજા પરથી જ વિદાય આપી દેવામા આવશે.
  • કોર્ટના બીજા માળ સુધી લિફટનો ઉપયોગ કરી શકાશે નહીં.
  • 65 વર્ષથી મોટી ઉમરના વકીલો, કલાર્ક કે જેમને અન્ય બીમારીઓ હોય તેમણે કોર્ટ કાર્યવાહીથી શકય હોય તો દૂર રહેવા પ્રયત્ન કરવો.
Advertisment