Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કાલુપુર અને સરસપુર બન્ને તરફથી થઇ શકશે એન્ટ્રી

રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ પ્રોજેક્ટ, વોક-વે બ્રિજ બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે.

અમદાવાદ: રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, કાલુપુર અને સરસપુર બન્ને તરફથી થઇ શકશે એન્ટ્રી
X

અમદાવાદ શહેરમાં એક બાદ એક પ્રોજેક્ટ તૈયાર થયા રહ્યા છે. રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ પ્રોજેક્ટ, વોક-વે બ્રિજ બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદ રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન નવો લુક આપવા માટે એક ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનું એક બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિઝાઇન અને ફાઇનલ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ ડિઝાઇન પર અમદાવાદ રેલવે સ્ટેશનને નવો લુક આપવામાં આવશે તો એક આકર્ષક નજારો જોવા મળશે ગાર્ડન, મોલ, એલીવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે ઉભું રેલવે સ્ટેશન કરવામાં આવશે.

જુના ટ્રેક ની સંખ્યા જાળવી રાખી અથવા ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે. જે માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવશે.1966 થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર સાથે કાર્યરત છે.અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે. પરંતુ ઝૂલતા મિનારા જળવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તાર નું ડેવલપમેન્ટ કરવામાં આવશે

Next Story