Connect Gujarat
ગુજરાત

ગુજરાતભરમાં ભર શિયાળે ચોમાસા જેવો "માહોલ", ખેડૂતો મુંઝવણમાં મુકાયા.

રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતભરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, ખેડૂતો મુંઝવણમાં મુકાયા.
X

રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી, અમદાવાદ અને કચ્છ સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ડીસા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું ઝાપટું આવી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. રાજકોટમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડતા, શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.હિંમતનગરના કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ તરફ જૂનાગઢમાં પણ વાતાવરણમાં અચાનક પલટો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો રાત્રિના સમયે પણ ઓપનેર થ્રેશર શરૂ કરી ખેત પેદાશો સાચવવા કામે લાગ્યા ચોમાસામાં વધુ વરસાદ પડ્યો, તેને કારણ આમ પણ મગફળી, કપાસ સહિત સોયાબીનના પાકને નુકશાન થયું છેમ ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાક એડે જતા પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે. ગઈકાલે સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બાદ કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક એડે ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે.

Next Story