અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ

આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે

New Update
અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ

સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અહીં સોલાર કંપની દ્વારા સાત જેટલા ખેડૂતોનો રસ્તો બંધ કરાતા ખેડૂતોને માલ સામાન લાવવા લઈ જવા માટે મુશ્કેલીનો ખેડૂતો દ્વારા સામનો કરવાનો વારો આવ્યો છે

આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ ગામના સાત જેટલા ખેડૂતો પોતાના ખેતરે જવા માટે રાજાશાહી વખતનો રસ્તો આ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો છે ત્યારે મોટા ઝીંઝુડાના સાત ખેડૂતો પોતાને ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈને પાણી દવા ખાતર બિયારણ પોતાના ખેતરે પહોંચાડવા માટે રસ્તો બંધ કરાતા એક કિલોમીટર જેટલો રસ્તો ચાલીને વજન માથે ઉપાડીને પસાર કરવો પડે છે તેવી જ રીતે ખેડૂતોએ હાલમાં કપાસનું વાવેતર કર્યું હોય કપાસને માથે ઉપાડીને એક કિલોમીટર ચાલીને દુર ઊભા રાખેલા રાખેલા વાહન સુધી પહોંચાડવુ પડે છે.

છેલ્લા ઘણા સમયથી રસ્તાને લઈને ખેડૂતો અનેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે સૌથી પ્રથમ રજૂઆત ઝીંઝુડા ગામના ગ્રામ પંચાયતના સરપંચને પણ રજૂઆતો કરી છે ત્યારે સરપંચે આ કંપનીને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર આ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી અને સરકારી રેકર્ડ સાથે પણ કંપનીઓ દ્વારા સર્વે નંબરના નકશાઓમાં ચેડા કર્યા હોવાનું જણાઇ આવે છે ત્યારે સરપંચ પણ હવે કંપનીની તાનાશાહી સામે લડત આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે

મોટા ઝીંઝુડાના ખેડૂતોએ સાવરકુંડલા મામલતદાર શ્રી ને પણ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરી ત્યારે મામલતદાર સાવરકુંડલાએ તેમની આ રજૂઆતોને ધ્યાનમાં લઇ અને ખેડૂતો અને કંપની વાળા બંનેને સાંભળીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી અને તૈયારી બતાવી છે

Latest Stories