Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખાંભાના લાસા ગામે વાડી વિસ્તારમાં ફાટી નીકળી આગ, કાળઝાળ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન

અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથકમાં આવેલી ખુલ્લી જગ્યાઓમાં આગ લાગવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે,

અમરેલી : ખાંભાના લાસા ગામે વાડી વિસ્તારમાં ફાટી નીકળી આગ, કાળઝાળ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન
X

અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથકમાં આવેલી ખુલ્લી જગ્યાઓમાં આગ લાગવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે 2 દીવસ પહેલા રેવેન્યુ અને સરકારી ડુંગરો પર લાગેલી આગ ઉપર કલાકોની ભારે જહેમતે કાબુ મેળવાયો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ હવે ખુલ્લી જગ્યાઓમાં દવ એટલે કે, આગ લાગવાની ઘટના વધુ બનતી હોય છે, ત્યારે ખાંભા તાલુકાના નાનુડી નજીક આવેલ લાસા ગામે વાડી વિસ્તારમાં ખેતીના પાકમાં આગ લાગવાની ઘટના સર્જાય હતી. બનાવની જાણ થતાં જ ખાંભા મામલતદાર દ્વારા ચલાલા નગરપાલીકાને જાણ કરાતા ત્વરિત ફાયર ફાઇટરો તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં કલાકો ઉપરાંતની ભારે જહેમતે સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે, આગ લાગવાથી ખેતીના પાકને ઘણું ખરું નુકશાન પણ થવા પામ્યું હતું. પણ સમય સૂચકતાના કારણે આગ વધુ આગળ પ્રસરતા અટકી હતી.

Next Story