/connect-gujarat/media/post_banners/ebbe0537f025e91eb34051261cdfe7ffeba6ec09a82a62b8bb7faa5432476b70.jpg)
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સાવરકુંડલાને સુરક્ષિત બનાવવા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયાના સૌજન્યથી શહેરના પાંચ પ્રવેશદ્વાર અને રિદ્ધિસિધ્ધિ ચોકમાં 4-4 જેટલા CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલા ડીવાયએસપી., મામલતદાર, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અગ્રણીઓની યોજાયેલ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સીટી પોલીસ મથકે આ તમામ CCTV કેમરાનો કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવશે. જેથી હવે કહી શકાય કે, આગામી દિવસોમાં ટ્રાફિક, એક્સિડંટ સહિત ક્રાઇમ રેટને અંકુશમાં લેવા પોલીસ વિભાગને આ CCTV કેમેરા ખૂબ જ મદદરૂપ સાબિત થશે.