Connect Gujarat
ગુજરાત

ગુજરાત યુનિનો મહત્વનો નિર્ણય,આ આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

રાજ્ય અને બહારના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે.

ગુજરાત યુનિનો મહત્વનો નિર્ણય,આ આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી
X

રાજ્ય અને બહારના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઇન ડિગ્રી કોર્સ શરૂ કરાશે. 10 બીજી અને 3 યુજીના અભ્યાસક્રમોમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરશે.

યુજીનાં કોર્ષમાં બી.સી.એ, બી.એ. અને બી.કોમ. જેવા અભ્યાસ માટે ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરશે. પીજીમાં કોર્ષમાં ફોરેન્સિક, સાઇબર સિક્યોરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઇન ડિગ્રી આપવામાં આવશે.સમગ્ર વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બનશે જે ઓનલાઇન ડિગ્રી આપતા કોર્ષ શરૂ કરશે. નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ નેશનલ ઈન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્ક માં ટોપ 100 સંસ્થામાં સ્થાન ધરાવતી દેશની સંસ્થા ઓનલાઇન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરી શકે છે. ઓનલાઇન ડિગ્રીના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ જોડાશે, એમણે ક્યારેય ફિઝિકલ હાજરી આપવાની જરૂર નહીં પડે.વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન, અભ્યાસ, પરીક્ષા ઓનલાઇન જ આપવાની રહેશે તેમજ ડિગ્રી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓનલાઇન ડિગ્રી માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ માટેની તમામ ગાઈડલાઈન જાહેર કરશે આમ ગુજરાત યુનિ આ પગલાથી લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે

Next Story