Connect Gujarat
ગુજરાત

આણંદ : GSTના દરોડા દરમિયાન પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં વેપારીઓની બેઠક યોજાઇ

આણંદ-ખેડા વડોદરા અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ તમાકુની ખેતી માટે ખૂબ પ્રચલિત છે.

આણંદ : GSTના દરોડા દરમિયાન પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં વેપારીઓની બેઠક યોજાઇ
X

રાજયમાં જીએસટી વિભાગના દરોડામાં તમાકુના વેપારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે રવિવારના રોજ આણંદ ખાતે ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસીએશનની બેઠક મળી હતી જેમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા દરમિયાન ગેરવ્યાજબી નિયમો બતાવી આચરવામાં આવતા વર્તન સામે વેપારીઓને જાગૃત કરવા માટે નિષ્ણાંતોએ હાજર રહી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

આણંદ-ખેડા વડોદરા અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ તમાકુની ખેતી માટે ખૂબ પ્રચલિત છે. તમાકુની ખેતી કરતા ખેડૂતો પાસેથી વેપારીઓ દ્વારા તમાકુની ખરીદ વેચાણની કામગીરી વર્ષોથી ચાલતી આવી છે. જેમાં વર્ષ 2017માં લાગુ પડેલ જીએસટીના કાયદા બાદ તમાકુનો વેપાર કરતા વેપારીઓને પણ જીએસટીના નિયમોમાં આવરી લેવામાં આવ્યાં છે. નિયમોમાં રહેલી ક્ષતિના કારણે ઘણા કિસ્સામાં જીએસટીના દરોડા દરમિયાન વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેના નિવારણ માટે આજે ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં જીએસટીના નિષ્ણાંત વક્તાઓ દ્વારા વેપારીઓને જીએસટી અને વેપાર દરમિયાન નિભાવણી કરવાના ચોપડાઓ વિશે વિસ્તૃત માહિતી આપી વેપારીઓને જીએસટીના નિયમો અને વેપારી હકોથી અવગત કરવામાં આવ્યા હતાં. બેઠકમાં પરેશ શાહ, રાજેશ ઠકકર સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહયાં હતાં. ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ ભીખુભાઇ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ગુજરાતના તમાકુના વેપારીઓ દ્વારા તેમના અનુભવો અંગે ચર્ચા કરી પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં સરકારનું ઘ્યાન દોરી જી.એસ.ટી.વિભાગના દરોડાની કામગીરી દરમિયાન થતી કનડગતને દુર કરવા માટે રજુઆત કરવામાં આવશે.

Next Story