અંકલેશ્વર નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા એક કર્મીનું કોરોના દરમિયાન મૃત્યુ થતા તેના પરિવારને રૂ. ૨૫ લાખની સહાયની ચેક અર્પણ કરવામાં આવ્યો.
અંકલેશ્વર નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા ભારત રાણાને ઓરોના કાળ દરમિયાન વોટર વર્ક અને કન્ટેન્મેન્ટ ઝોન અંગેની કામગીરી સોપવામાં આવી હતી. કામગીરી દરમિયાન તેઓને કોરોના થયો હતો અને તેઓનું મૃત્યુ થયું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અંગે રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી અને જેના આધારે મુખ્યમંત્રી ફંડમાંથી તેઓના પરિવારને રૂ. ૨૫ લાખની સહાય આપવામાં આવી હતી. આજરોજ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વાસવાની હાજરીમાં આ ચેક તેઓના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો.