Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : અડોલ ગામની નવી નગરીમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા આરોપી સહિત ત્રણની ધરપકડ

મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ મિલકત સબંધિત ગુનાઓને અટકાવવા પેટ્રોલીંગમાં હતો.

અંકલેશ્વર : અડોલ ગામની નવી નગરીમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા આરોપી સહિત ત્રણની ધરપકડ
X

ભરૂચ એલસીબી પોલીસે ચાર માસ પહેલા અંકલેશ્વરના અડોલ ગામની નવી નગરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બે રીઢા આરોપી સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડી સોના-ચાંદીના ઘરેણા મળી ૮૯ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ મિલકત સબંધિત ગુનાઓને અટકાવવા પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની નવી નગરીમાં રહેતા ત્રણ ઈસમોએ ચાર મહિના પહેલા ગામના એક મકાનને નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી હતી જેઓ ગામની નવી નગરી પાસે ઉભા છે અને ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે જેવી બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી હતી પોલીસે સ્થળ પર ઉભેલ ત્રણેય ઈસમોને અટકાવી તેઓની પૂછપરછ કરતા તેઓએ ચાર મહિના પહેલા ગામના અલ્પેશ પટેલના ઘરે ભાત રોપવા ગયા હતા તે સમયે એક દિવસ તેઓના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી પોલીસે અડોલ ગામની નવી નગરીમાં રહેતો મહેશ ઉર્ફે મનો કાંતિ વસાવા,મહેશ ઉર્ફે કોલો અંબુ વસાવા અને ગોવિંદ ઉર્ફે રોબોટ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે ચોરીના ઘરેણાં ખરીદી કરનાર અંકલેશ્વરના સંજય સોનીની પણ અટકાયત કરી ચોરીમાં ગયેલ ૮૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story