Connect Gujarat
ગુજરાત

જળ સંચય ક્ષેત્રે વડોદરા જિલ્લાની વધુ એક ગૌરવવંતી સિદ્ધિ

ન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે.

જળ સંચય ક્ષેત્રે વડોદરા જિલ્લાની વધુ એક ગૌરવવંતી સિદ્ધિ
X

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે.ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલ ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરાની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ હતી.

નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત ના હસ્તે જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તથા કલેકટરશ્રી અતુલ ગોરને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.પાણી એ જીવનનું મૂળ છે.ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે.જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે.એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે.ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે.જળ સમૃદ્ધ ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા,વ્યક્તિ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.

પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓ એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશના પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.આ પાણીદાર પાણી પ્રબંધન દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા ના નિષ્ણાતોની નિપુણતા નો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ,સૌનો વિકાસ નું પ્રધાનમંત્રી નું સૂત્ર સાકાર કર્યું હતું.પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિ ની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજના એક નવી દિશા દર્શાવી છે.વડોદરા જિલ્લા પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રી નું સ્વપ્ન સાકાર કર્યું છે.

Next Story