Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : છેલ્લા 15 દિવસથી વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની ચિંતામાં વધારો, પાક નષ્ટ થવાની ભીતિ..!

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોની ચિંતા વધી છે.

X

વરસાદ વધારે પડે તો પણ ખેડૂત લાચાર, અને વરસાદ ન આવે તો પણ ખેડૂતોને મુશ્કેલી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે હાથતાળી આપતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોની ચિંતા વધી છે. વિવિધ વિસ્તારોમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોની વાવણી કરી છે. વાવણી બાદ છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે, આગામી 3-4 દિવસમાં વરસાદ નહીં આવે તો તેઓના પાક સુકાઈ જશે. જેના કારણે તેઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. છેલ્લા 2 વર્ષથી ક્લાઈમેટ ચેન્જના કારણે ઉનાળો હોય કે શિયાળો. માવઠાના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવી પડી છે.

જોકે, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ નથી થયો, જેના કારણે ખેડૂતોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, વાવેતર બાદ વિવિધ પાકોમાં ફૂલ પણ આવી ગયા છે, ત્યારે હવે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. જો વરસાદ નહીં આવે તો ફૂલ ખરી પડવાની શરૂઆત થઈ જશે. હાલ ચોમાસાની ઋતુમાં ખેડૂતોને વરસાદની જરૂર છે. પરંતુ વરસાદે હાથ તાળી આપતા ખેડૂતોની ચિંતા વધી છે.

Next Story