Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : શિહોરીમાં ખાતર વિતરણ કેન્દ્ર ખાતે ખેડૂતોની પડાપડી, ખાતરની પૂરતી વ્યવસ્થા કરવા માંગ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સિઝન માટે ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે ખાતરની અછતથી નારાજગી જોવા મળી હતી,

બનાસકાંઠા : શિહોરીમાં ખાતર વિતરણ કેન્દ્ર ખાતે ખેડૂતોની પડાપડી, ખાતરની પૂરતી વ્યવસ્થા કરવા માંગ
X

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સિઝન માટે ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે ખાતરની અછતથી નારાજગી જોવા મળી હતી, ત્યારે સરદાર પટેલ ડેપોમાં ખાતર વિતરણ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે હવે શિયાળુ પાક માટે ખાસ કરીને તમાકુ, બટાટા, ઘઉં અને જીરું તેમજ રાયડાના પાકો માટે ખાતરની ખાસ કરીને જરૂર પડે છે, ત્યારે જગતના તાતને ખાતર માટે ફાફા મારવા પડે છે. જોકે, થોડા સમય પહેલા રેલ્વે દ્વારા મોટી માત્રામાં ખાતરનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલ્વે ટ્રેક પર ઉતારવામાં આવ્યો હતો, ત્યારે જેતે મંડળીઓને ફાળવવામાં આવેલ ખાતરના જથ્થાનું વિતરણ કરવામાં આવતા ખેડૂતોની ભારે ભીડ જામી હતી. જોકે, ખેડૂતો માટે ખાતરની અછત પુરી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે એવી આશા સાથે ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે.

Next Story